News Continuous Bureau | Mumbai
ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ ક્યારે શું કરશે તેનું અનુમાન લગાવવું માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. ઉર્ફી ઘણીવાર લોકોને તેની અસામાન્ય ફેશન સેન્સથી આશ્ચ્ર્યચકિત કરતી રહે છે. તેના આઉટફિટ્સ કોઈપણના મનને વિચારવા પર મજબુર કરવા માટે પૂરતા છે. જ્યારે પણ અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ નવો ફોટો કે વીડિયો શેર કરે છે ત્યારે લોકો તેના કપડા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જોકે, આ વખતે ઉર્ફીએ કંઈક એવું કર્યું છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ વખતે ઉર્ફી કંઈપણ પહેર્યા વિના લોકોની સામે આવી છે.
હા, તમે બરાબર વાંચ્યું છે. તેની લેટેસ્ટ પોસ્ટમાં અભિનેત્રીએ ટોપલેસ થઈને વીડિયો શેર કર્યો છે. આટલું જ નહીં, આ વખતે તેણે ન તો કોઈ અરીસાનો સહારો લીધો છે અને ન તો પોતાના પર કલર કરી ને શરીર ને ઢાંક્યું છે. આ બધા સિવાય તે પોતાની જાતને માત્ર એક હાથથી ઢાંકતી જોવા મળે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ઉર્ફી એક હાથે પોતાની જાતને ઢાંકી રહી છે અને બીજા હાથથી મીઠાઈ ખાઈ રહી છે. પોતાના આ વીડિયો સાથે અભિનેત્રીએ ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. જોકે, લોકોને તેની આ સ્ટાઈલ પસંદ નથી આવી. વીડિયો સામે આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉર્ફી જાવેદના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.
ઉર્ફીના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘દિવાળી હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે, તેથી આવો વીડિયો ટોપલેસ શેર કરવો એ તહેવારની મજાક ઉડાવવા સમાન છે. જ્યારે બીજાએ લખ્યું હતું કે, થોડો ક્લાસ અને મર્યાદા રાખો… તમે એકવાર વૃદ્ધ થઈ જશો અને તે સમયે જ્યારે તમે પાછળ જોશો, ત્યારે તમને તમારી જાત પર શરમ આવશે..’ તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી ટોપલેસ થઈ હોય. આ પહેલા પણ તે ઘણી વખત આવા વીડિયો શેર કરી ચૂકી છે.