News Continuous Bureau | Mumbai
‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું 22 મેના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. વાસ્તવમાં વૈભવી હિમાચલ પ્રદેશના કુલ્લુમાં તેના મંગેતર સાથે મુસાફરી કરી રહી હતી, તે દરમિયાન તેની કાર 50 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ ઘટનામાં વૈભવીનું મોત થયું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, આ મામલે નવા અહેવાલો સામે આવ્યા છે. આ અહેવાલો અનુસાર, વૈભવીનું મોત માથામાં ઈજાના કારણે થયું હતું. હકીકતમાં, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ખીણ માં પડ્યા બાદ વૈભવી કારની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. આ સાથે એવું પણ સામે આવ્યું છે કે દુર્ઘટના સમયે વૈભવીએ સીટ બેલ્ટ પણ બાંધ્યો ન હતો.
કુલ્લુ પોલીસે જણાવી હકીકત
આ કેસમાં કુલ્લુના એસપી એ જણાવ્યું કે વૈભવીએ કાર ની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેને માથામાં ઈજા થઈ હતી. આ ઈજા વૈભવી માટે જીવલેણ સાબિત થઈ. એસપીએ કહ્યું, “ઘટના પછી વૈભવીને બંજાર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.” આ સિવાય એસપી એ તે પણ જણાવ્યું કે વૈભવીએ સીટ બેલ્ટ પણ નહોતો પહેર્યો.તેણે કહ્યું ” વૈભવીએ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારેકે તેના મંગેતરને હાથ પર સામાન્ય ઈજાઓ થઈ હતી,”.
આ સમાચાર પણ વાંચો: વૈભવી ઉપાધ્યાયની કારે નહોતું ગુમાવ્યું બેલેન્સ, અભિનેત્રી ની મિત્ર એ જણાવ્યું કેવી રીતે થયો હતો એક્સીડેન્ટ
વૈભવી ઉપાધ્યાયની કારકિર્દી
વૈભવીને સારાભાઈ સિરિયલની જાસ્મીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી ટીવી સીરિયલ્સ સિવાય વૈભવી ‘ચંપક’, ‘સિટી લાઈટ્સ’ અને ‘તિમિર’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. જોકે વૈભવીએ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. વૈભવી ફિલ્મો અને સિરિયલો તેમજ થિયેટરમાં ખૂબ સક્રિય હતી. તેણે અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે.
Join Our WhatsApp Community