News Continuous Bureau | Mumbai
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘સસુરાલ સિમર કા’ સહિત અનેક પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર વૈશાલી ઠક્કર એ કેમ આત્મહત્યા(Vaishali Thakkar suicide case) કરી તેની હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશ પોલીસે અભિનેત્રીની આત્મહત્યાને લઈને મોટો દાવો કર્યો છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે વૈશાલી ઠક્કર ને તેનો પૂર્વ બોયફ્રેન્ડ હેરાન(harrase) કરતો હતો. ઈન્દોરના એસીપી એ કહ્યું, 'અમને તેજાજી નગર પોલીસ સ્ટેશનથી માહિતી મળી હતી કે ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે ગઈકાલે રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જે સુસાઈડ નોટ(suicide note) મળી આવી છે તેમાં તેણી તણાવમાં હોવાનો ઉલ્લેખ છે. સુસાઈડ નોટ પ્રમાણે એક્ટ્રેસનો એક્સ બોયફ્રેન્ડ તેને ટોર્ચર કરતો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે.' વૈશાલી ઠક્કરના મૃત્યુથી મનોરંજન જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અભિનેત્રીના નિધન બાદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account)પર તેના દ્વારા શેર કરાયેલા કેટલાક વીડિયોની પણ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં અભિનેત્રીએ રોકા સેરેમનીનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે તેણે સગાઈ કરી લીધી છે. તેણે પોતાના ભાવિ પતિનું નામ ડૉ. અભિનંદન સિંઘ(Abhinandan singh) જણાવ્યું હતું. સગાઈમાં પરિવારના કેટલાક નજીકના સંબંધીઓ જ પહોંચ્યા હતા. અભિનંદન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે કેન્યામાં ડેન્ટલ સર્જન(Dental surgeon) છે. જો કે, એક મહિના પછી વૈશાલીએ બધાને કહ્યું કે તે અભિનંદન સાથે લગ્ન કરી રહી નથી. બંનેએ પોતાના લગ્ન કેન્સલ કર્યા હતા. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી રોકા સેરેમનીનો વીડિયો પણ ડિલીટ કરી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ મહત્વ ના પાત્ર ની થવા જઈ રહી છે વાપસી-જૂનો જ કલાકાર ફરી આવશે નજર
‘સસુરાલ સિમર કા 2’ માં અંજલિ ભારદ્વાજની ભૂમિકા ભજવવા માટે તેને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ગોલ્ડન પેટલ એવોર્ડ (golden patel award)પણ મળ્યો છે. વૈશાલી છેલ્લે 2019 ના શો ‘મનમોહિની’માં જોવા મળી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં વૈશાલી ઠક્કરના જૂના ઈન્ટરવ્યુના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના લગ્ન મુલતવી રાખવનું કારણ અભિનેત્રીએ કોરોના કેસમાં વધારાનો જણાવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં વૈશાલીએ કહ્યું હતું કે, 'હું એવી સ્થિતિમાં લગ્ન કરી શકતી નથી જ્યારે ઘણા લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે. જો આવતા વર્ષ સુધીમાં પરિસ્થિતિ સારી થશે તો અમે લગ્ન કરીશું.’