Site icon News Continuous Bureau | Mumbai

વિકી જૈને અંકિતા લોખંડેના જન્મદિવસને બનાવ્યો ખાસ; આ રીતે કર્યો અભિનેત્રી નો બર્થડે સેલિબ્રેટ; જુઓ ફોટોગ્રાફ અને વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર

અંકિતા લોખંડેએ લગ્ન બાદ પોતાના પહેલા બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અંકિતા કેક કાપતી જાેવા મળી રહી છે. કેક પર મિસીસ જૈન લખેલું છે. આ સેલિબ્રેશનમાં વિકી સાથે તેનો પરિવાર પણ જાેવા મળી રહ્યો છે.

અંકિતાએ તાજેતરમાં જ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અંકિતાનો આ પહેલો જન્મદિવસ છે, જેને ખાસ બનાવવા માટે પતિ વિકી કોઈ કસર છોડી રહ્યા નથી. વિકીએ સોશિયલ મીડિયા પર અંકિતાને સ્પેશિયલ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વિકી અને અંકિતા ૧૪ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. 

વિકીએ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અંકિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીએ સનસેટમાં પોતાની અને અંકિતાની એક તસવીર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યુ, હેપ્પી બર્થડે મિસીસ જૈન વાયરલ થઈ રહેલી આ તસવીરમાં બંને એકબીજામાં ખોવાયેલા જાેવા મળે છે. વિકીની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સ અને ચાહકો પણ અંકિતાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

 

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version