Site icon News Continuous Bureau | Mumbai

Vicky kaushal sam bahadur: ઉરી બાદ ફરી આર્મી યુનિફોર્મ માં દેશ ની રક્ષા કરતો જોવા મળ્યો વિકી કૌશલ, સેમ બહાદુર નું ટીઝર થયું રિલીઝ

Vicky kaushal sam bahadur: વિકી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશા પર આધારિત આ ફિલ્મમાં વિકી ફરી એકવાર આર્મી યુનિફોર્મ માં જોવા મળશે.

vicky kaushal film sam bahadur teaser release

vicky kaushal film sam bahadur teaser release

News Continuous Bureau | Mumbai

Vicky kaushal sam bahadur: વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સેમ માણેકશાના જીવન પર આધારિત આ ફિલ્મની ઝલક જોઈને લોકો ઉત્સાહિત થઈ ગયા છે. મેઘના ગુલઝારની આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. વિકીના દરેક લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અગાઉ વિકી એ ઉરી માં આર્મી ઓફિસર ની ભૂમિકા ભજવી હતી. 

Join Our WhatsApp Channel

 

સેમ બહાદુર નું ટીઝર 

ફિલ્મ સેમ બહાદુર ના ટીઝર માં જોવા મળે છે કે કેવી રીતે સેમ માણેકશા પોતાની નોકરી, ભારતીય સેના પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમના દેશ માટે બધું જ છોડવા માટે તૈયાર હતા. આ ફિલ્મમાં 1971ના યુદ્ધને પણ દર્શાવવામાં આવશે જ્યાં તેણે મોરચાથી નેતૃત્વ કર્યું હતું અને જે બાંગ્લાદેશની રચના સાથે સમાપ્ત થયું હતું. તમને જણાવી દઈએ કે, સેમ માણેકશા દેશના મહાન લશ્કરી અધિકારીઓમાંના એક હતા. સેમે તેની ચાર દાયકાની આર્મી કારકિર્દીમાં પાંચ યુદ્ધો જોયા. તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી હતા અને 1971ના ભારત-પાક યુદ્ધમાં તેમની લશ્કરી જીતને કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું.

સેમ બહાદુર ની સ્ટારકાસ્ટ 

ફિલ્મ સેમ બહાદુર માં વિકી કૌશલ ભારતીય સેનાના પૂર્વ વડા સેમ માણેકશા ની ભૂમિકામાં જોવા મળશે. જયારે સાન્યા મલ્હોત્રા એ વિકીની પત્ની એટલે કે સેમ માણેકશોની પત્ની સિલુની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ફાતિમા સના શેખ પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. ફિલ્મમાં નીરજ કબી અને મોહમ્મદ જીશાન અય્યુબ પણ જવાહરલાલ નેહરુ અને યાહ્યા ખાનની ભૂમિકામાં જોવા મળશે. સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ  સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version