News Continuous Bureau | Mumbai
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) હવે રમતની સાથે અન્ય બિઝનેસમાં(business) પણ હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. વાસ્તવમાં, વિરાટ એક રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહ્યો છે, જેના માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. પોતાની રેસ્ટોરન્ટ(resturent) તરફ પહેલું પગલું ભરતા વિરાટે તેને ખોલવાની જગ્યા નક્કી કરી છે અને આ માટે વિરાટ કોહલીને દિવંગત બોલિવૂડ અભિનેતા અને ગાયક કિશોર કુમારનો(Kishore Kumar) બંગલો પસંદ આવ્યો છે. હા, ક્રિકેટર વિરાટ કોહલી ટૂંક સમયમાં જુહુમાં(Juhu) કિશોર કુમારના બંગલામાં પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે.
વિરાટ એશિયા કપમાં (Asia cup)ભારત (India)માટે સારો દેખાવ કરી રહ્યો છે. જ્યાં આખો દેશ તેની વાપસીથી ખુશ છે, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે વિરાટ ટૂંક સમયમાં રેસ્ટોરાં દ્વારા લોકો સાથે જોડાવા જઈ રહ્યો છે અને ક્રિકેટરે પણ તેના માટે જગ્યા પસંદ કરી છે. અહેવાલો અનુસાર, ક્રિકેટર વિરાટ કોહલીએ કિશોર કુમારના જુહુના બંગલાનો મોટો હિસ્સો લીઝ(lease) પર લીધો છે અને તેને ઝડપથી હાઈ-ગ્રેડ રેસ્ટોરન્ટમાં(high grade restaurant) ફેરવવામાં આવી રહ્યો છે.રોજ કિશોર કુમારના બંગલાના કમ્પાઉન્ડમાં(bungalow compound) તેનું કામ ચાલે છે.વિરાટ કોહલીની આ રેસ્ટોરન્ટ ટૂંક સમયમાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિરાટ કોહલી આવતા મહિને આ રેસ્ટોરન્ટ શરૂ કરશે. આ સમાચારને સમર્થન પણ મળ્યું છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે(Amit Kumar) કહ્યું કે 'આ બધું ત્યારે શરૂ થયું જ્યારે લીના ચંદાવરકરનો પુત્ર સુમિત થોડા મહિના પહેલા વિરાટ કોહલીને મળ્યો અને બંનેએ વાત કરી. અમે વિરાટ કોહલીને પાંચ વર્ષ માટે જગ્યા લીઝ પર આપી છે.
આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- પિતાના ખોળામાં તૂટેલા દાંતવાળી સુંદર છોકરી રહી ચુકી છે 90 ના દાયકા ની સુપરહિટ અભિનેત્રી
તમને જણાવી દઈએ કે, વિરાટની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. તેણે આ પહેલા પણ ઘણી રેસ્ટોરન્ટ ખોલી છે. વિરાટ કોહલી એ વર્ષ 2017માં દિલ્હીના(Delhi) આરકે પુરમમાં એક રેસ્ટોરન્ટ ખોલી હતી. આ સાથે વિરાટની પોતાની કપડાની કંપની પણ છે, જેનું નામ રોંગ છે.