News Continuous Bureau | Mumbai
દેશભરમાં ‘પઠાણ’ ફિલ્મ નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમ જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. તેમ તેમ તેના બહિષ્કાર ના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં જોવા મળી હતી. અહીં વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકરો એ એક સિનેમા હોલમાં તોડફોડ કરી હતી.
ફિલ્મ પઠાણ ને લઇ ને સુરત ના થિયેટર માં તોડફોડ
તમને જણાવી દઈએ કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ સુરતના રૂપાલી સિનેમા હોલમાં ફિલ્મ ‘પઠાણ’ ના પોસ્ટર ફાડી નાખ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. આ પછી પોલીસે પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક સિનેમા હોલમાંથી ફરિયાદ મળી હતી કે કેટલાક લોકો ફિલ્મ ના વિરોધમાં પોસ્ટર ફાડીને ઉપદ્રવ પેદા કરી રહ્યા છે. ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના છે. જણાવી દઈએ કે શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ તેના ‘બેશરમ રંગ’ ગીતના કારણે બહિષ્કારની ધમકીનો સામનો કરી રહી છે. આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી છે.જેને લઇ ને કેટલાક સંગઠનો એ આની સામે વાંધો જતાવ્યો છે, જેના કારણે વિવિધ સ્થળોએ આ ફિલ્મનો વિરોધ જોવા મળી રહ્યો છે.
ફિલ્મ પઠાણ 25 તારીખે થશે રિલીઝ
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલા પણ અનેક સંગઠનો એ ફિલ્મ સામે વિરોધ કરી ચુક્યા છે. તેનું એક સ્વરૂપ સુરતના સિનેમા હોલમાં જોવા મળ્યું. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મનો બહિષ્કાર કરનારા લોકો કેટલી હદે સફળ થાય છે. શાહરૂખના ચાહકો આ ફિલ્મની રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, વેપાર વિશ્લેષકો રાહ જોઈ રહ્યા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે.