Site icon News Continuous Bureau | Mumbai

War 2: રિલીઝ પહેલા જ કરોડો ની કમાણી ની વેતરણ માં છે વોર 2 ના મેકર્સ, જાણો કેવી રીતે

War 2: વોર 2 માં પહેલીવાર રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સાથે જોવા મળશે. હવે આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ફિલ્મ ના મેકર્સ તેની રિલીઝ પહેલા જ કરોડો કમાવી લેવાની વેતરણમાં છે.

War 2 Set to Earn Crores Before Release

War 2 Set to Earn Crores Before Release

News Continuous Bureau | Mumbai

War 2: રિતિક રોશન અને સાઉથ સ્ટાર જુનિયર એનટીઆર ની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વોર 2’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. યશરાજ ફિલ્મ્સની આ સ્પાઈ યુનિવર્સને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. તો બીજી બાજુ મેકર્સ પણ ફિલ્મને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તાજેતરમાં ખબર આવી હતી કે એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં રિતિક અને જુનિયર એનટીઆર નો એક જબરદસ્ત ડાન્સ સોંગ બેટલ પણ હશે. હવે આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ફિલ્મ ના મેકર્સ તેની રિલીઝ પહેલા જ કરોડો કમાવી લેવાની વેતરણમાં છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh Bachchan: સીઝ ફાયર બાદ અમિતાભ બચ્ચન નું ટ્વીટ થયુ વાયરલ, પોસ્ટ માં કહી આવી આવી વાત

તેલુગુ વર્ઝનની વધતી માંગ

‘વોર 2’ને લઈને દર્શકોની દીવાનગી એટલી છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ કરોડો કમાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ, ‘વોર 2’ના તેલુગુ વર્ઝન ના રિલીઝ પહેલા જ 85 થી 120 કરોડ રૂપિયાની કમાણી કરવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, ‘વોર 2’ના તેલુગુ રાઈટ્સ ની માંગ 85 થી 120 કરોડ રૂપિયા છે. રિપોર્ટની માનીએ તો ટૉલિવૂડના ટોચના નિર્માતા નાગા વામસી અને સુનીલ નારંગ તેલુગુ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ મેળવવાની દોડમાં છે. આ બંને નામ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ પ્રોડ્યુસર માંના છે, જે મોટા બજેટની ફિલ્મો માટે જાણીતા છે.


‘વોર 2’ એક હાઈ-સ્ટેક થ્રિલર છે. સ્પાઈ યુનિવર્સની આ ફિલ્મમાં રિતિક ફરીથી કબીર નામના જાસૂસની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે જુનિયર એનટીઆર ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળવાની શક્યતા છે.  ‘વોર 2’ 14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version