Site icon News Continuous Bureau | Mumbai

રાની મુખર્જી ના એક સવાલ ના જવાબ થી કરીના કપૂર થઇ ગઈ હતી સ્તબ્ધ, જાણો તે સવાલ વિશે

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી ટૂંક સમયમાં ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ માં જોવા મળશે. રાનીને એકવાર પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તેની પાસે નથી, પરંતુ અભિનેત્રી કરીના કપૂર પાસે છે. આના પર તેણે નિર્ભય રીતે શાહિદનું નામ લીધું હતું.

when rani mukerji revealed what kareena has but she does not have actress was shocked by her answer

રાની મુખર્જી ના એક સવાલ ના જવાબ થી કરીના કપૂર થઇ ગઈ હતી સ્તબ્ધ, જાણો તે સવાલ વિશે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી ઘણા ટાઈમ થી ફિલ્મોથી દૂર રહી છે, પરંતુ અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ માં જોવા મળશે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. રાની સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ અભિનેત્રીની ફેન ફોલોઈંગ મજબૂત છે. રાનીના ફેન્સ તેની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. રાની વાસ્તવિકમાં એકદમ સ્પષ્ટવક્તા છે.

Join Our WhatsApp Channel

 

આ જવાબ સાંભળીને કરીના થઇ ગઈ હતી સ્તબ્ધ 

વાસ્તવમાં રાનીને એકવાર પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તેની પાસે નથી, પરંતુ અભિનેત્રી કરીના કપૂર પાસે છે. આના પર તેણે નિર્ભય રીતે જવાબ આપતા કહ્યું કે શાહિદ. તે જ સમયે, આ પછી, જ્યારે ફરી એકવાર રાનીને પૂછવામાં આવ્યું કે તેની પાસે શું છે જે કરીના પાસે નથી. રાની આ સવાલ નો જવાબ વિચારી રહી હતી, જેના જવાબમાં કરીનાએ તરત જ ‘યશ ચોપરા’ કહીને જવાબ આપ્યો. રાની મુખર્જી યશ રાજ પ્રોડક્શનની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.રાનીએ યશ રાજ બેનર હેઠળ બનેલી ‘વીર-ઝારા’, ‘હમ-તુમ’, ‘બંટી ઔર બબલી’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘સાથિયા’ અને ‘લાગા ચુનરી મેં દાગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે અને આજે તે ચોપરા પરિવારની વહુ છે. બંને અભિનેત્રીઓએ આ ખુલાસો કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ દરમિયાન કર્યો હતો.

 

રાની મુખર્જી નું વર્ક ફ્રન્ટ 

રાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ માં જોવા મળશે. આ સિવાય રાની ફિલ્મ ‘મર્દાની 3’ માં પણ જોવા મળશે.અગાઉ, તેણી એ સૈફ અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ સાથે ‘બંટી ઔર બબલી 2’ માં કામ કર્યું હતું, જ્યાં બંટી ઔર બબલી સુપરહિટ રહી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી.

 Hanuman Ansh Lead Actor Fee – 451 કરોડ કમાનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ના હીરોની ફી જાણીને લાગશે ઝટકો, 15 લાખ પણ ન થયા નસીબ 
 Ramayana Movie Ticket Price 99 Rupees – માત્ર ૯૯ માં જુઓ ‘રામાયણ’, કમાણીની ગતિ જાળવી રાખવા મેકર્સે ૮૦% સુધી સસ્તી કરી ટિકિટ
 Avengers Doomsday India Advance Booking – ભારતમાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ નો જબરદસ્ત ક્રેઝ, એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કમાણી…
 99th Oscars Eligibility Lists – ૯૯મા ઓસ્કાર એવોર્ડ્સ ની એલિજિબિલિટી યાદી જાહેર, ભારતની ‘ગોંધળ’ ૧૦૪ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મોમાં સામેલ
Exit mobile version