News Continuous Bureau | Mumbai
રાજન શાહી દ્વારા નિર્મિત યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ટેલિવિઝન સ્ક્રીન પર સૌથી લાંબો ચાલતો અને સૌથી સફળ શો છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાની જોડી અભિમન્યુ અને અક્ષરા દર્શકોના દિલ જીતી રહી છે. પ્રણાલી રાઠોડ પોતાની ક્યુટનેસના કારણે બહુ ઓછા સમયમાં બધાના દિલમાં વસી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેનું જોરદાર ફેન ફોલોઈંગ છે. ચાહકો તેના વિશે વધુને વધુ જાણવાનું પસંદ કરે છે. આવો જાણીએ તેમના અંગત જીવન વિશે…
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે પ્રતિ એપિસોડ આટલો ચાર્જ કરે છે પ્રણાલી
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દ્વારા પ્રણાલી રાઠોડને લાઈમલાઈટ મળી હતી. તેની એક્ટિંગના દરેક લોકો દિવાના છે. જ્યારે શિવાંગી જોશીએ શો છોડ્યો ત્યારે બધાને લાગ્યું કે હવે શોની ટીઆરપી ઘટી જશે. જો કે, એવું ન થયું અને પ્રણાલીએ પોતાના જોરદાર અભિનયથી બધાને જકડી રાખ્યા. મીડિયા રિપોર્ટ મુજબ, પ્રણાલી પ્રતિ એપિસોડ 55,000 રૂપિયા ચાર્જ કરે છે.
View this post on Instagram
હર્ષદ ચોપરા સાથે જોડાયું છે પ્રણાલી નું નામ
પ્રણાલી રાઠોડે હાલમાં જ એક લક્ઝરી કાર ખરીદી છે. તાજેતરમાં, એવા અહેવાલો હતા કે અભિનેત્રી તેના કો-સ્ટાર હર્ષદ ચોપરાને ડેટ કરી રહી છે. જો કે, બંને કલાકારોએ આ અફવાઓને સતત નકારી કાઢી છે. પ્રણાલીને દર્શકોએ બેરિસ્ટર બાબુમાં સૌદામિનીની ભૂમિકા નિહાળી હતી. હવે અભિનેત્રી યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના પાત્રથી ચાહકોને દિવાના બનાવી રહી છે. તેણે વર્ષ 2018માં સિરિયલ પ્યાર સે ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે શો જાત ના પૂછો પ્રેમમાં લીડ રોલમાં જોવા મળી હતી. પ્રણાલી તેની ફિટનેસ માટે જાણીતી છે. તે નિયમિતપણે જીમમાં જાય છે. અભિનેત્રીની સુંદર તસવીરો તેનો પુરાવો છે.
આ સમાચાર પણ વાંચો: કાયદા ની સામે હારી ગઈ માં ની મમતા, ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આવશે જોરદાર ટ્વિસ્ટ, શોનો નવો પ્રોમો આવ્યો સામે