News Continuous Bureau | Mumbai
અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલની સાથે અભિનેત્રીની જોડી છે. સારાએ આ ફિલ્મમાં સૌમ્યાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સારાએ તેની બે યાદો સાચવી છે.
સારા અલી ખાને રાખી આ બે વસ્તુ
‘જરા હટકે જરા બચકે’નું શૂટિંગ પૂરું થયા બાદ સારા અલી ખાને આ ફિલ્મમાંથી બે વસ્તુઓ સાચવી ને રાખી છે. આ બંને વસ્તુઓ તેણે નિશાની તરીકે રાખી છે. આ બે વસ્તુઓ સારા ના પાત્ર સૌમ્યા નું મંગળસૂત્ર અને વાદળી સાડી છે.અહેવાલો અનુસાર, સારા અલી ખાન તેની દરેક ફિલ્મના પાત્રની નિશાની ચોક્કસ રાખે છે. આ પરંપરાને અનુસરીને તેણે પોતાની ફિલ્મમાંથી મંગળસૂત્ર અને વાદળી સાડી પસંદ કરી છે. એવું કહેવાય છે કે સારા તેના સૌમ્યા પાત્રની આ વસ્તુઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હતી, તેથી તેણે તેને રાખવાનું નક્કી કર્યું.
સારા અલી ખાને ભજવી છે પંજાબી છોકરી ની ભૂમિકા
‘જરા હટકે જરા બચકે’ માં સારા અલી ખાન ઈન્દોરની એક યુવાન, ઉત્સાહી પંજાબી છોકરીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં સારા અને વિકી કૌશલે ઘણા મંદિરોની મુલાકાત લીધી હતી. ‘જરા હટકે જરા બચકે’ના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. શરૂઆતના આંકડાઓ મુજબ, ફિલ્મે આજે 3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનો કુલ બિઝનેસ 40.35 કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો: ધ કાશ્મીર ફાઇલ્સ ના પ્રોડ્યુસર બાદ હવે આદિપુરુષ ને મળ્યું રણબીર કપૂર નું સમર્થન, રિલીઝ પહેલા જ આટલી ટિકિટ ખરીદવા ની કરી જાહેરાત