ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં વધતા ત્રાસ વચ્ચે અમેરિકા, ભારત અને ચીન સહિત 12 દેશોએ મોટી જાહેરાત કરી છે.
ભારત, અમેરિકા, ચીન સહિત વિશ્વનાં 12 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર તથા યુરોપિયન યુનિયનનાં દેશો સાથે ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અફઘાનિસ્તાનમાં એવી સરકારને કોઈ જ સમર્થન આપવામાં નહીં આવે જે બંદૂકનાં જોરે બનાવવામાં આવી હોય.
અફઘાનિસ્તાનમાં યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
અફઘાનિસ્તાન મુદ્દે કતાર તરફથી આજે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં ભારત, અમેરિકા, ચીન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, બ્રિટન, જર્મની, કતાર, નોર્વે, તાજિકિસ્તાન, તુર્કી જેવા દેશો સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી રહ્યો છે. આતંકવાદનાં જોરે તાલિબાન ધીમે ધીમે કાબુલ તરફ આગળ વધી રહ્યું છે અને દેશનાં મોટા ભાગનાં રાજ્યો પર હવે કબજો કરી લીધો છે.