આંતરરાષ્ટ્રીય

હલકી માનસિકતા: સરકારમાં મહિલાઓની ભાગીદારીને લઈને તાલિબાની પ્રવક્તાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન ; જાણો વિગતે 

Sep, 10 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

સત્તા પડાવતી વખતે મહિલાઓને તેમના અધિકાર આપવાની વાત કરનારા તાલિબાનના સુર સરકાર ગઠનની સાથે જ બદલાઈ ગયા છે.

તાલિબાનોની વચગાળાની સરકારની રચના પછી મહિલાઓ સરકારમાં ભાગીદારી માટે દેખાવો કરી રહી છે ત્યારે સ્થાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાને ટાંકીને દાવો કર્યો છે કે તાલિબાન સરકારમાં મહિલાઓને ક્યારેય મંત્રી બનાવાશે નહીં. તેમનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે. 

તેમને એટલા જ અધિકાર આપવામાં આવી રહ્યા છે, જેટલામાં તેઓ ફક્ત જીવતા રહેવા માટે શ્વાસ લઈ શકે. 

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ભણતરને લઈને ઘણા પ્રકારના પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે. 

કૉલેજોમાં પળદો લગાવી દેવામાં આવ્યો છે, જેમાં એક તરફ છોકરા તો બીજી તરફ છોકરીઓ બેસીને અભ્યાસ કરશે. તદ્દપરાંત છોકરીઓને ભણાવવા માટે મહિલા કે પછી વૃદ્ધ શિક્ષક જ રાખવામાં આવી રહ્યા છે.

કંગનાએ તમામ સાંસદો માટે રાખ્યું ‘થલાઇવી’ નું ખાસ સ્ક્રિનિંગ, જાણો કંગનાએ શું કહ્યું સ્મૃતિ ઇરાનીની પ્રશંસામાં

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )