ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસી થઈ ગઈ છે. કાબુલ ઍરપૉર્ટ પરથી છેલ્લા અમેરિકન વિમાને ઉડાન ભરી હતી. આ સાથે જ વીસ વર્ષ પહેલાં અમેરિકાનું અફઘાનિસ્તાનમાં શરૂ થયેલું યુદ્ધ પણ સમાપ્ત થયું છે. 20 વર્ષ પછી પરત ફરેલા તાલિબાને પોતાને બદલી દીધું હોવાનો દાવો કર્યો છે, પરંતુ કથની અને કરનીમાં ફરક છે. એ વાસ્તવિકતાથી અલગ છે. તાલિબાનના ક્રૂર અત્યાચારના ફોટોગ્રાફ્સ સામે આવી રહ્યા છે. તાલિબાનની હેવાનિયતનો એક નવો વીડિયો સામે આવ્યો છે. એમાં હેલિકૉપ્ટર સાથે એક શખ્સ લટકતો દેખાઈ રહ્યો છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચિંતા વધી, આટલા બધા યુવાનો થયા ગાયબ!
અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાનીઓએ હેવાનિયતની હદ પાર કરી દીધી અને અમેરિકી ટ્રાન્સલેટરને ઊડતા હેલિકૉપ્ટરથી લટકાવી દીધો. રિપૉર્ટ્સ અનુસાર જે હેલિકૉપ્ટરથી વ્યક્તિને લટકાવવામાં આવ્યો છે તે યૂએચ-60 બ્લૅક હોક હેલિકૉપ્ટર છે, જેને એમરિકાએ અફઘાનિસ્તાનની સેનાને આપ્યું હતું. હવે આ ચોપર સાથે જ અમેરિકન શખ્સને લટકાવવાનો વીડિયો સામે આવ્યો છે.
Taliban hanging someone from a helicopter in Kandahar pic.twitter.com/TwCkVzUrnL
— Old Holborn® (@Holbornlolz) August 30, 2021