ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
અમેરિકા પર આતંકી હુમલો કરનાર સંગઠન અલ કાયદાએ તાલિબાનને અફઘાનિસ્તાન પર કબ્જો કરવા માટે અને અમેરિકાને પાછુ મોકલવા માટે અભિનંદન આપ્યા છે.
અલ કાયદાએ સાથે કાશ્મીરનો ઉલ્લેખ પણ પોતાના નિવેદનમાં કર્યો છે અને કહ્યુ છે કે, ઈસ્લામના દુશ્મનોના હાથમાંથી સોમાલિયા, યમન અને કાશ્મીરને આઝાદ કરાવવા માટે તમને શક્તિ મળે તેવી આશા છે.
અમેરિકી સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યાર બાદ તાલિબાને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાને સંપૂર્ણ આઝાદી હાંસલ કરી લીધી છે. તેના થોડા કલાકો બાદ જ અલકાયદાએ તાલિબાનને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે.
અલ કાયદાએ ન્યૂયોર્કના ટ્વિન ટાવર પર આતંકી હુમલો કરાવ્યો હતો અને એ પછી અમેરિકાની સેનાએ અલ કાયદાનો સફાયો કરવા માટે અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હતી.
આનંદો: ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીની લહેર