ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
અમેરિકાના એરપોર્ટ પર બુધવારથી 5G ઈંટરનેટ સર્વિસ ચાલુ કરવામાં આવવાની છે. તેથી એર ઈંડિયાની વિમાન સેવાને તેની અસર થવાની શક્યતા છે. તેથી એર ઈન્ડિયાએ અમેરિકા તરફની અનેક ફલાઈટસ રદ કરી છે. તો અમુક ફલાઈટના ઉડાણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
એર ઈંડિયાની સાથે જ એમિરાટ્સની પણ અનેક ફલાઈટસ રદ થવાની શક્યતા છે. એ સિવાય ઓલ નિપ્પોન એરવેઝ, જાપાન એરલાન્સે પણ તેની અમુક ફ્લાઈટ રદ કરી છે.
5G ઇન્ટરનેટ સર્વિસ ચાલુ થઈ રહી હોવાથી વિમાનના રેડિયો અલ્ટીમીટર એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને અસર થઈ શકે છે એવું એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું હતું. તેને કારણે વિમાનના લેન્ડિંગમાં તકલીફ થઈ શકે છે. અથવા વિમાન રનવે પર થોભે નહીં જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આ દેશમાં બર્ડ ફ્લૂનો ખતરો. ૨૬ હંસને બર્ડ ફ્લૂના ભયથી મારી નાખવામાં આવ્યા. જાણો વિગતે