ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધનવાન નથી રહ્યા. 25 વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે ટ્રમ્પ અમેરિકાના 400 ધનવાનોની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. કોરોના મહામારીની શરૂઆતથી જ ટ્રમ્પને કરોડો ડૉલરનું નુકસાન થયું હતું. એમાં વળી 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા.
અમેરિકન મૅગેઝિનમાંથી મળેલી માહિતી મુજબ 25 વર્ષમાં પ્રથમ વાર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિયલ એસ્ટેટ સેક્ટરના માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પ ફોર્બ્સની ધનવાનોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. ટ્રમ્પની સંપત્તિ ૨૫૦ કરોડ ડૉલર જેટલી હતી. એમાં 40 કરોડ ડૉલર જેટલો ઘટાડો થઈ ગયો છે. રિપૉર્ટ મુજબ ટ્રમ્પ પાસે રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે સુવર્ણ તક હતી,પરંતુ થયેલા નુકસાનના તે પોતે જ જવાબદાર છે.
યુપીના બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત : 12 લોકોના ઘટના સ્થળે જ મોત, અનેક ઘાયલ
મૅગેઝિનના રિપૉર્ટ અનુસાર વર્ષ 2016ની ચૂંટણીમાં સંઘીય અધિકારી ટ્રમ્પને અચલ સંપત્તિ વેચવા માટે કહી રહ્યા હતા. ત્યાર બાદ તે બ્રૉડ બેસ્ડ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકતા હતા. જોકે તેમણે પોતાની સંપત્તિઓ વેચી નહીં. પોતાને થયેલા નુકસાનનું કારણ તેઓ પોતે જ છે. તેઓ અગર દોષનો ટોપલો કોઈ બીજા ઉપર નાખવા માગતા હોય તો પોતાનાથી જ શરૂઆત કરી શકે છે. વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે તે કારોબાર અને સરકાર બંને એકસાથે ચલાવી શકે છે.