246
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
અમેરિકાના મેસાચુસેટ્સ રાજ્યમાં રહેતા ભારતીય પરિવારે પ્રામાણિકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત એમ છે કે અહીં એક મહિલાને લૉટરીની ટિકિટ લાગી હતી. આ ટિકિટનો નંબર સરખી રીતે સ્ક્રેચ કર્યા વગર તેણે દુકાનદારને ત્યાં કચરામાં ફેંકી દીધી. ત્યાર બાદ તે ભારતીય દુકાનદારે ટિકિટનો નંબર બરાબર સ્ક્રેચ કર્યો અને તેને ખબર પડી કે આ ટિકિટને દસ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. આવું થયા બાદ તે વ્યક્તિએ મહિલાને બોલાવી અને તેની દસ લાખ રૂપિયાની જીતેલી ટિકિટ પરત આપી. આવું થતાં તે મહિલા દસ લાખ રૂપિયાના ઇનામની રકમની હકદાર બની તેમ જ તેણે દુકાનદારનો આભાર માન્યો. આમ અમેરિકાના ભારતીય વેપારીએ ભારતીયોનું નામ ઊજળું કર્યું છે.
You Might Be Interested In