ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
સૂર્યની અંદર એક મોટો વિસ્ફોટ થયો છે. 2017 પછીનો આ સૌથી મોટો વિસ્ફોટ છે અને નાસાએ એનો વીડિયો જાહેર કર્યો છે. આ વિસ્ફોટને કારણે, 3 જુલાઈએ સૂર્યની સપાટી પર મજબૂત સૌર જ્વાળાઓ જોવા મળી હતી. વિસ્ફોટ પછી, એક્સ-રે કિરણો પ્રકાશની ગતિએ પૃથ્વી તરફ આવી હતી અને આપણા પર્યાવરણના ઉપરના ભાગ સાથે ટકરાઈ હતી, જેના કારણે એટલાન્ટિક મહાસાગર અને દરિયાકિનારામાં શૉર્ટવેવ રેડિયો બ્લૅકઆઉટ થયું હતું.
અહેવાલો અનુસાર, છેલ્લાં4 વર્ષમાં બ્રહ્માંડનો આ સૌથી મોટો વિસ્ફોટ હતો. નાસા દ્વારા જારી કરાયેલા વીડિયોમાં, સૂર્યના ઉપરના જમણા ભાગમાંથી એક વિશાળ સૌર જ્વાળા જોઈ શકાય છે. સૌર જ્વાળાઓને સૌર તોફાનો પણ કહેવામાં આવે છે, જે સૂર્ય પર રહેલા કાળા ધબ્બામાંથી ઉદ્ભવે છે. યુએસ સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટરના અધિકારીઓના એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર આ જ્વાળા રાતોરાત રચાઈ હતી.
ઇઝરાયલમાં ફાઇઝરની રસીની અસરકારતામાં નોંધાયો જબ્બર ઘટાડો; કંપની સહિત સરકાર પણ ચિંતામાં, જાણો વિગત
આ જ્વાળાનું નામ AR2838 છે અને આ ઘટનાને એક્સ –1 વર્ગની માનવામાં આવે છે. અવકાશની ઘટનાઓનું અવલોકન કરનાર ખગોળશાસ્ત્રી ડૉ. ટૉની ફિલિપ્સ એક અહેવાલમાં કહે છે. “આ સનસ્પોટ જાણે સ્વચ્છ આકાશમાં વાદળો અચાનક આગળ વધવા લાગ્યો હોય એમ આવ્યો હતો. એક દિવસ પહેલાં સુધી, આ સનસ્પોટ અસ્તિત્વમાં ન હતો અને આવી કોઈ સૌર પ્રવૃત્તિની અપેક્ષા નહોતી.