ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 76મી બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે. ફોટોમાં તેઓ ફૂટપાથ પર ઊભા રહીને પોતાના સહકર્મચારી તથા અધિકારીઓ સાથે પિઝા ખાતા નજરે ચઢયા હતા. આ તસવીર ન્યુયોર્કના ફૂટપાથની હોવાની કહેવાય છે.
ન્યુઝ એજેન્સીના કહેવા મુજબ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયરે હજી સુધી કોવિડ-19ની વેક્સિન લીધી નથી. તેથી નિયમ મુજબ તેમની પાસે વેક્સિનનું સર્ટિફિકેટ બતાવી નહીં શકતા અમેરિકાની હોટલમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નહોતી. તેથી મજબૂરીમાં તેમને હોટલના બદલે ફૂટપાથ પર ઊભા રહીને ખાવું પડયું હતું. બ્રાઝિલના રાષ્ટ્રપતિના દાવા મુજબ તેમની ઈમ્યુનીટી પાવર વાયરસથી લડવા સક્ષમ છે. તેથી તેમણે વેકિસન લીધી નથી. તેમના સહકર્મચારી અને અધિકારીઓ પાસે પણ કોવિડ વેકિસનનું સર્ટિફિકેટ નહોતું. તેથી તમામ લોકોને હોટલમાં પ્રવેશ મળ્યો નહોતો.
પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષામાં હિન્દુ યુવતીનું નામ ઝળહળ્યું
ફૂટપાથ પર ઊભા રહીને પિઝા ખાવાની તસવીર વાયરલ થયા બાદ તેમના અમુક સમર્થકો તેમને વખાણી રહ્યા છે. તો હજી સુધી વેકિસન નહીં લેવા બદલ અમુક લોકોએ તેમની ટીકા કરીને તાત્કાલિક વેક્સિન લેવાની સલાહ પણ આપી હતી.
 
			         
			         
                                                        