આંતરરાષ્ટ્રીય

બ્રિટેન ને પાકિસ્તાન સહીત ઘણા દેશો ની એન્ટ્રી પર લગાડી પાબંદી .જાણો વિગત ....

Apr, 3 2021


ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ . 3 એપ્રિલ 2021 .
શનિવાર .
     કોરોના એ આખા વિશ્વ ને પોતાના ભરડા માં લઈ લીધું છે.દુનિયા ના ઘણાખરા દેશો માં તો કોરોના ની બીજી લહેર ની શરૂઆત પણ થઈ ગઈ છે. આ મહામારી થી બચવા ફરી થી બધે પ્રતિબંધો લાગી રહ્યા છે.એટલે જ બ્રિટેને પાકિસ્તાન થી આવનાર વ્યક્તિ ની એન્ટ્રી પર પ્રતિબંધ લગાડી દીધો છે.જોકે આ કાયદા નો અમલ  9 એપ્રિલ થી  થશે.


       પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ , કેન્યા અને ફિલિપિન્સ જેવા દેશ ને બ્રિટને પોતાના રેડ લિસ્ટ માં શામેલ કર્યાં છે . આ દેશો થી આવનાર વ્યક્તિ જો આયરિશ મૂળ ની હોય તેની એન્ટ્રી પર રોક લગાડવામાં આવશે નહિ..પરંતુ એણે 10 દિવસ કવોરીન્ટાઇન રેહવું પડશે. તે વ્યક્તિ એ કવોરીન્ટાઇન દરમિયાન 2 વાર કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે.

Leave Comments