ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
કેનેડામાં યોજાયેલી ચૂંટણીમાં ફરી એકવાર જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીનો વિજય થયો છે.
હજી મત ગણતરી ચાલુ હોવાથી પરિણામોની અંતિમ જાહેરાત કરાઈ નથી પણ ટ્રુડોની પાર્ટી હરીફ પક્ષ કરતા આગળ હોવાના અહેવાલો છે.
પ્રાથમિક પરિણામો મુજબ લિબરલ પાર્ટી હાલ 156 સીટ પર આગળ છે કે જીતી છે, જ્યારે તેની હરીફ કન્ઝર્વેટિવ પાર્ટી 123 સીટ પર આગળ છે.
જસ્ટિન ટ્રુડો કેનેડાના સ્થાનિક સમય મુજબ મંગળવારે સવારે 10.30 કલાકે ઓટ્ટાવામાં સરકારની રચના કરશે.
કેનેડામાં બહુમતી સરકાર રચવા માટે લિબરલ પાર્ટીએ 338માંથી 170 સીટ જીતવી પડે.
2019 થયેલી ચૂંટણીમાં ટ્રૂૂડોની પાર્ટીએ 157 સીટો અને કન્ઝર્વેટીવ પાર્ટીએ 121 સીટો પર જીત નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્રૂૂડો 2015થી સત્તામાં છે અને 6 વર્ષની અંદર ત્રીજી વખત ચૂંટણીમાં જીત્યા છે. જોકે તે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી શક્યા નથી.