News Continuous Bureau | Mumbai
ઈતિહાસની સૌથી ભયાનક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકાની હાલત બદથી બત્તર થઈ રહી છે.
સમગ્ર કેબિનેટના રાતોરાત રાજીનામાં બાદ હવે દેશની સેન્ટ્રલ બેંકના વડાએ પણ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
દેશના આર્થિક સંચાલનની નાણામંત્રી બાદ બીજા ક્રમની જવાબદારી જેમના શિરે હોય છે તેવા સેન્ટ્રલ બેંકના વડા અજિથ કેબ્રાલે રાજીનામું ધરી દીધું છે.
તેમણે લખ્યું કે, તમામ મંત્રીઓના રાજીનામાને ધ્યાનમાં રાખીને તેમણે CBSEના ગવર્નર પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિ રાજપક્ષેને સુપરત કર્યું.
રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદમાં પ્રતિનિધિત્વ કરતા તમામ રાજકીય પક્ષોને મંત્રીપદ સ્વીકારવા અને રાષ્ટ્રીય સંકટને દૂર કરવા માટે ઉકેલ શોધવા માટે સાથે આવવા અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં વધ્યુ રાજકીય સંકટ, પ્રધાનમંત્રીના દીકરા સહિત આખી કેબિનેટે અડધી રાત્રે આપ્યું રાજીનામું; જાણો વિગતે