આંતરરાષ્ટ્રીય

ભારત-ચીન ગલવાન સંઘર્ષ : ડ્રેગને આખરે પાંચ મહિના બાદ બદલ્યો પોતાના સૈનિકોના મોતનો આંકડો 

Jul, 20 2021


ગયા વર્ષે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાના સૈનિકો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા.

આ જંગમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા પણ ચીને પોતાના કેટલાક સૈનિકો માર્યા ગયા છે તે જાહેર કર્યું નહોતું. 

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ચીને સ્વીકાર્યુ હતુ કે, ગલવાનમાં અમારા 4 સૈનિકો માર્યા ગયા હતા.

હવે આ આંકડામાં ચીને પાંચ મહિના બાદ ફરી ફેરફાર કર્યો છે. ચીન નુ કહેવુ છે કે, ગલવાન હિંસામાં અમારા ચાર નહીં પણ પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

ચીનના સરકારી અખબારે કહ્યુ છે કે, 33 વર્ષના બટાલિયન કમાન્ડર ચેન હોંગજૂને પણ સીમા પર ફરજ બજાવતી વખતે જીવ ગુમાવ્યો હતો. મરનારા પાંચ સૈનિક શિજિયાંગ મિલટ્રી કમાન્ડના હતા.

જોકે ભારતીય સેના પહેલેથી જ માની રહી છે કે, આ સંઘર્ષ દરમિયાન મોતને ભેટેલા ચીની સૈનિકોની સંખ્યા અનેક ગણી વધારે છે.

વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )