ખૈબર પખ્તુનખ્વામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચીની એન્જિનિયરોના મોતની ઘટના પાકિસ્તાન માટે મોટી મુસીબત બની ગઈ છે.
આ આતંકી હુમલાથી નારાજ ચીને પાકિસ્તાનમાં ચાલતા અનેક પ્રોજેક્ટ્સનું કામ અટકાવ્યું છે. એટલું જ નહીં ચીને દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા પાકિસ્તાની કર્મચારીઓને પણ કાઢી મૂક્યા છે.
આ ઉપરાંત પોતાના 9 એન્જિનિયરોના મોત બાદ ચીને મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર કામ મુદ્દે બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિઓની બેઠકોને સ્થગિત કરી છે.
માનવામાં આવી રહ્યુ છે કે પોતાના નાગરિકોની સુરક્ષા માટે પણ પાકિસ્તાનને ચીન પૈસા આપે છે પરંતુ આમ છતાં હુમલામાં તેના એન્જિનિયરોના મોતથી ચીન બરાબર ધૂંધવાયું છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ચીનના નેતૃત્વવાળા દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા તેના 9 એન્જિનિયરોના મોત થયા હતા.
હવે રાજ ઠાકરેએ લોકલ બાબતે રાજ્ય સરકારને ચીમકી આપી : કહ્યું લોકલ ચાલુ નહિ કરાય તો મોટું આંદોલન થશે