ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021
બુધવાર
ચાઇનીઝ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ચીનથી ભારતમાં નિકાસ માટેનું ઉત્પાદન સ્થાનાંતરિત કરશે. સ્ટાર્ટ અપ માટે અને યુએસ અને યુરોપમાં નિકાસ માટેની યોજનાઓ સાથે DAO EVTech ચિત્તૂરમાં એકીકૃત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પ્લાન્ટ સ્થાપવા આંધ્રપ્રદેશ સરકાર સાથે વાત કરી રહી છે.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં વર્ચ્યુઅલ મોનોપોલી સાથે વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનોનું સૌથી મોટું ઉત્પાદક ચીન છે. ફ્રોસ્ટ અને સુલિવાન અનુસાર, ચીને વર્ષ 2020માં કુલ 339 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું ઉત્પાદન કર્યું હતું. આ વિશ્વના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં 97 ટકા હિસ્સો ધરાવે છે.
હોટલ વ્યવસાયિકોએ કરી આ માગણી; જેથી લાખો કર્મચારીઓની નોકરી બચશે
DAO EVTechના સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મનીષ સિંહે જણાવ્યું હતું.અમે અમારી ચીનની નિકાસ ભારતમાં સ્થાનાંતરિત કરીશું કારણકે, અમે યુએસની શૂન્ય આયાત ડ્યુટીનો લાભ લેવા માગીએ છીએ. DAO EVTech ભારતીય બજારમાં તેના પ્રથમ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે પાયો નાખે છે જે જાન્યુઆરી 2022થી ગ્રાહકોને વેચવાનું શરૂ કરશે.
તેનું મુખ્ય મોડેલ 703 છે. જે 100 કિમીની રેન્જ અને 70 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ ધરાવે છે. સબસિડી બાદ તેની કિંમત 86,000 રૂપિયા રહેશે. કંપની દ્વારા કુલ ચાર મોડલ લોન્ચ કરવામાં આવશે. તેમને પુણે નજીક ચાકનમાં અને તેલંગાણાના ઝહીરાબાદમાં બનાવવામાં આવશે છે.