ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
વિશ્વભરમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયમાં યુરોપિયન દેશોએ કોરોના મહામારી નહીં પણ એક સામાન્ય ફલુ છે અને એની સાથે જ જીવન જીવવું પડશે એવો વિચિત્ર દાવો કરીને સ્પેન, આઈલેન્ડ, ડેન્માર્ક અને બ્રિટન સહિતના દેશોએ કોરોના સંબંધિત તમામ પ્રતિબંધ દૂર કર્યા છે. તો દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે વૈશ્વિક નીતિઓનું આંધળુ અનુકરણ કરવાને બદલે સ્થાનિક સ્તરે શકય હોય તેવા નિયમોનો અમલ કરીશું.
દુનિયાભરના ખાસ કરીને અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોના સતત કેસ વધી રહ્યા છે. પ્રતિદિન લાખોની સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંક પર ઉંચો છે. આવા સમયમાં યુરોપિયન દેશોએ કોરોનાની સાથે જ જીવવાનું અને હવે કોરાનાને એક મહામારીને બદલે સામાન્ય ફ્લૂ(એક પ્રકારની શરદી) માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.
સ્પેનની સરકારે કોરોનાને એક સામાન્ય ફલૂ માની લીધો છે અને લોકોને તેની સાથે જીવવાની અપીલ કરી છે. સ્પેનના વડાપ્રાન પેડ્રો સાંચેઝે લોકો માટે માસ્ક જ નહીં પણ રસીની અનિવાર્યતાને પણ હટાવી દીધી છે. અને તમામ પ્રતિબંધો હટાવીને દેશમાં સામાન્ય જનજીવનને પાછું લાવવાનો નિર્ણય લીધો છે.
યુરોપના અન્ય દેશો પણ સ્પેનને અનુસરી રહ્યાં છે. ઓમીક્રોનનો પહેલા કેસ મળ્યો હતો તે દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરી દીધા છે. દક્ષિણ આફ્રિકામાં હવે કોરોનાના દર્દીના સંપર્કમાં આલા લોકોની માહિતી મેળવવાનું અને તેમને ક્વોરન્ટાઈન કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે
આ દરમિયાન બ્રિટશ ગર્વમેન્ટને પણ બ્રિટન હવે પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ વધી રહ્યું હોવાનું કહ્યું હતુ. બ્રિટિશ સરકારે ભવિષ્યમાં કોરોના વાઈરસ સાથે જીવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તેના ભાગરૂપે ભારત સહિત વિશ્વભરમાં દેશોમાંથી આવતા અને રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુરોપમાં પ્રવાસીઓના ટેસ્ટ કરવાનું બંધ કરનારો બ્રિટન પહેલો દેશ છે.