ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
વિશ્વમાં પોતાની કાબેલિયતથી ડંકો વગાડનાર ચીન અને વિશ્વની સૌથી મોટી ટેક કંપની અલિબાબા અને એન્ટ ગ્રુપના માલિક હવે બરબાદીની રાહ પર છે. ચીન સરકારની આલોચના તેમને ભારે પડી છે. જૅક માએ 24ઑક્ટોબર 2020ના રોજ ચીનની અમલદારશાહી પ્રણાલીની ટીકા કરતાં ભાષણ આપ્યું હતું. તેમણે ચીનના નાણાકીય નિયમનકારો અને સરકાર સંચાલિત બૅન્કોની આકરી નિંદા કરી. ઉપરાંત તેમણે સરકારને આવી સિસ્ટમ બદલવાની અપીલ કરી, જે યુવાનોના પ્રયત્નો અને નવા ધંધાને દબાવવા માટે કામ કરે છે.
હવે જૅક માની આ ટિપ્પણીઓથી રોષે ભરાયેલું ચીન હાથ ધોઈને જૅક માની પાછળ પડી ગયું છે. તેમની કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધીરે-ધીરે તેમની કંપનીઓને લક્ષ્ય બનાવવાનું શરૂ થયું. પહેલા એન્ટ ગ્રુપનો IPO રદ થયો, ત્યારબાદ કંપનીનો ભાગ વેચાયો. આ પછી ઘણું વધારે નુકસાન થયું હતું. આનાથી જૅક માની નેટવર્થ ઓછી થઈ છે. ધીમે-ધીમે જૅક મા તેના જૂથ ઉપરનાં નિયંત્રણો ગુમાવી રહ્યો છે. તેણે હવે પોતાનો હિસ્સો વેચવાના દિવસો આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ પર કરેલી તેમની એક ટિપ્પણી તેમના પર એટલી ભારે છે કે છેલ્લા 8 મહિનામાં તેમની અડધાથી વધુ સંપત્તિ ઓછી થઈ ગઈ છે. એટલું જ નહીં, તે વિશ્વના ધનિકોની યાદીમાંથી પણ સરકીગયા છે. અગાઉ અલિબાબાનું વૅલ્યુએશન 857 અબજ હતું, એ હવે ઘટીને 588 અબજ ડૉલરનું થયું છે. એ જ સમયે, એન્ટ જૂથનું મૂલ્યાંકન ૪૭૦ અબજ ડૉલરથી ઘટીને માત્ર 108 અબજ ડૉલર થઈ ગયું છે.
Join Our WhatsApp Community