આંતરરાષ્ટ્રીય

દુબઈ જવું છે. તો પછી હવે પોતાના સામાનની કિંમત જણાવવી પડશે અને આ વસ્તુઓ નહી ંલઈ જવાય. નહીં તો થશે જેલ અને દંડ

Apr, 1 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧.
ગુરૂવાર.
    દુબઈમાં પ્રવેશનાર પ્રવાસીઓ માટે એક નવો કાયદો ઘડવામાં આવ્યો છે. તે કાયદા અનુસાર દુબઈ માં પ્રવેશ માટે પોતાની સાથે ફકત ૩૦૦૦ દિરહામ એટલે કે ૬૦ હજાર રૂપિયા ની રકમ સુધી  જ ગિફ્ટ આઈટમ લઈ જઈ શકશે. ૬૦ હજારથી વધુની ગિફ્ટ આઈટમ પર ડ્યૂટી લાગશે. દુબઈ ફરવા ના સ્થળ સાથે એક શોપિંગ હબ પણ છે લોકો દુબઈ ફરવા ની સાથે ખાસ શોપિંગ કરવા પણ જાય છે.


    યુએઈ ફેડરલ કસ્ટમર એથોરિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, દુબઈ સિવાય યુએઈના અન્ય દેશોમાં પ્રવેશનાર એ પોતાની સાથે 60000 ની કિંમત સુધી જ ગિફ્ટ, આલ્કોહોલ કે તમાકુ જેવી નૉન કમર્શિયલ વસ્તુઓ લઈ જઈ શકશે. જો તેનાથી વધારે કિંમતની વસ્તુ હોય તો તેમને ડ્યુટી ભરવી પડશે.આ ઉપરાંત નાર્કોટિક, પાન મસાલા,સટ્ટા નો સામાન,લેઝર પેન, નાયલોન ફીશીંગ નેટ, ડુક્કરના અંશ જેવા સમાન પર પૂર્ણ પણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Leave Comments