News Continuous Bureau | Mumbai
અબજોપતિ(Billionaire) અને દુનિયાની સૌથી વધુ શ્રીમંત કહેવાતા ટેસ્લા કંપનીના સ્થાપક-સીઈઓ(CEO Tesla) ઈલોન મસ્કની(Elon Musk) ટ્રાન્સજેન્ડર (તૃતિયપંથી) પુત્રીએ(Transgender daughter) તેમની સાથે છેડો ફાડી નાખ્યો છે. તાજેતરમાં તે 18 વર્ષની થઈ છે. અખબારી અહેવાલો અનુસાર, એણે અદાલતને વિનંતી કરી છે કે પોતે એની અટક(Surname) બદલવા માંગે છે, કારણ કે પોતે એનાં જૈવિક પિતા(biological father) સાથે હવે વધારે સંબંધ રાખવા ઈચ્છતી નથી.
એલન મસ્કની આ પુત્રીનું અગાઉનું નામ હતું ઝેવિયર એલેક્ઝાંડર મસ્ક(Xavier Alexander Musk) છે. તેણે કોર્ટને વિનંતી કરી છે કે પોતાની લિંગ(Gender) ઓળખને પુરુષમાંથી મહિલામાં બદલવા દેવા અને પોતાને નવું નામ નોંધાવવાની પરવાનગી આપવામાં આવે. આ કેસ પર શુક્રવારે સુનાવણી થવાની છે.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ફરી ધરતી ધ્રુજી- 250થી વધારે લોકોનાં મોત-આંચકાની આટલી તીવ્રતા
ઉલ્લેખનીય છે કે, ઝેવિયર મસ્ક અને એમની ભૂતપૂર્વ પત્ની જસ્ટિન વિલ્સનની(Justin Wilson) પુત્રી છે. એણે પોતાનાં નવા નામમાંથી મસ્ક અટક પડતી મૂકી છે અને માતાની અટક – વિલ્સન જોડી છે. એલન મસ્કના ત્રણ અલગ અલગ સંબંધથી સાત સંતાનો છે, તેમાં આ પહેલી પત્ની સાથેનું સંતાન છે.