Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, શું વાત છે! આ દેશના માછીમારોએ શોધી કાઢ્યો 700 વર્ષ જૂનો શ્રીવિજય રાજવંશનો ‘સુવર્ણ ટાપુ’ અને અમૂલ્ય ખજાનો; જુઓ તસવીરો, જાણો વિગતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર    
ઈન્ડોનેશિયાના માછીમારોએ સુમાત્રા ટાપુ પરથી અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો છે. માછીમારોને મુસી નદીની અંદરથી સેંકડો વર્ષ જૂના રત્નો, સોનાની વીંટી, સિક્કા, શિલ્પો અને બૌદ્ધ સાધુઓની કાંસાની ઘંટડીઓ મળી આવી છે. 

Join Our WhatsApp Channel

મીડિયા હાઉસના અહેવાલ મુજબ, માછીમારો છેલ્લા પાંચ વર્ષથી પાલેમ્બાંગ નજીક મુસી નદીમાં આ ખજાનાની શોધ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે માછીમારોને નદીના ઊંડાણમાંથી ખજાનો મળ્યો હતો. જેમાં રત્નો, વીંટી, સિક્કા અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં 8મી સદીના આભૂષણોથી શણગારેલી ભગવાન બુદ્ધની જીવન-કદની પ્રતિમા પણ છે, જેની કિંમત લાખો પાઉન્ડ છે.

એક અહેવાલ મુજબ, આ કલાકૃતિઓ, રત્નો, શિલ્પો વગેરે શ્રીવિજય સંસ્કૃતિના સમયની છે. શ્રીવિજય રાજવંશ એ 7મી અને 13મી સદીની વચ્ચે એક શક્તિશાળી સામ્રાજ્ય હતું, જે એક સદી પછી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. પાલેમ્બાંગને આ રાજવંશનો સુવર્ણ ટાપુ કહેવામાં આવતો હતો. હાલમાં, લગભગ 700 વર્ષ પછી, માછીમારોએ આ મૂલ્યવાન ખજાનો શોધી કાઢ્યો છે.

બ્રિટિશ દરિયાઈ સંશોધક  ડૉ. સીન કિંગ્સલેના જણાવ્યા અનુસાર, સંશોધકોએ શ્રીવિજય રાજવંશના ખજાના માટે થાઈલેન્ડ અને ભારત સુધી શોધ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી.  ડૉ. સીન કિંગ્સલેના જણાવ્યા અનુસાર, સુમાત્રાના ગુમ થયેલા ગોલ્ડન આઈલેન્ડની આ શોધ છે.
  
ઇતિહાસકારોના મતે, સુમાત્રાના શ્રીવિજય રાજવંશે 13મી સદી સુધી દક્ષિણપૂર્વ એશિયાના ટાપુઓ પર શાસન કર્યું હતું. દરિયાઈ શક્તિ હોવાને કારણે, તેનો ફેલાવો ભારતના પૂર્વી કિનારા અને દક્ષિણ ચીન મહાસાગરમાં હતો. ભૂતકાળમાં અહીં મળી આવેલા ભારતીય અને ચાઈનીઝ સિક્કાઓ તેનો પુરાવો છે.

Ganga Water Treaty India Bangladesh – ૩૦ વર્ષ જૂની ગંગા જળ સંધિ પૂરી થવાને આરે: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી સમજૂતી પર સૌની નજર
US Plane Crash Near Horn Island – ફ્લોરિડા જઈ રહેલું નાનું વિમાન મેક્સિકોની ખાડીમાં ખાબક્યું: ૨ માસૂમ બાળકો સહિત તમામ ૬ મુસાફરોના મોતની પુષ્ટિ
Houthi Attack on Riyadh – ખાડી દેશોમાં ફરી વકર્યો તણાવ: રિયાધમાં હુથી હુમલામાં 2 ભારતીયો સહિત 11 લોકો ઘાયલ, ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
BLA Attack Pakistan Army – પાકિસ્તાન માટે બલુચિસ્તાન બન્યું માથાનો દુખાવો, 20 સૈનિકોને ઠાર મારવાનો દાવો!વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ
Exit mobile version