295			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    
News Continuous Bureau | Mumbai
જગત જમાદાર અમેરિકાને તેના જ એક સહયોગી દેશ હંગેરીએ ઝટકો આપ્યો છે.
યુરોપિયન યુનિયનના સભ્ય હંગેરીએ એલાન કર્યુ છે કે, અમે રૂબલમાં પેમેન્ટ કરીને રશિયા પાસેથી ગેસ ખરીદીશું.
હંગેરીના પીએમ વિકટર ઓરબોને કહ્યુ હતુ કે, જો રશિયા રૂબલમાં પેમેન્ટ માંગશે તો અમે રૂબલમાં પેમેન્ટ કરીશું.
યુરોપિયન યુનિયને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના રૂબલમાં જ ગેસ ખરીદવો પડશે તેવી ધમકીના જવાબમાં સંયુક્ત મોરચો માંડવા માટે પ્રયત્નો કર્યા હતા પણ હંગેરીએ તેનાથી અલગ વલણ અપનાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, વિકટર ઓરબોન સરકારના રશિયા સાથે 10 વર્ષથી ઘનિષ્ઠ સંબંધ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની મુશ્કેલીઓ વધી, ઇડીએ આ કેસમાં કરી પૂછપરછ કરી, જાણો શું છે સમગ્ર મામલો
                                You Might Be Interested In