ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
વૈશ્વિક અર્થશાસ્ત્રી તરીકે જાણીતા બનેલા ગીતા ગોપીનાથન હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું અધ્યક્ષપદ છોડશે
ગીતા ગોપીનાથન હાર્વર્ડમાં ઈકોનોમી ડિપાર્ટમેન્ટમાં તેમના મુળ સ્થાને પ્રાધ્યાપકની નોકરી કરવા માટે આ આંતરરાષ્ટ્રીય પદ છોડવાનો નિર્ણય લીધો છે.
હાર્વર્ડ યુનિ.એ ખાસ કેસમાં ગીતાની રજા એક વર્ષ લંબાવી હતી. જેનાથી તેઓ ત્રણ વર્ષ માટે આઈએમએફમાં તેમની કામગીરી કરી શકયા હતા.
ગીતા ગોપીનાથન આઈએમએફ માં રિસર્ચ વિભાગમાં હતા અને વૈશ્વિક અર્થતંત્રનું દર ત્રણ માસે સમીક્ષા કરતા હતા.
49 વર્ષીય ગીતા IMF માં જોડાયા પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ અને અર્થશાસ્ત્રના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા.
ગીતાનો જન્મ ભારતના મૈસુરમાં થયો હતો, તે IMF ચીફના પદ પર પહોંચનાર પ્રથમ મહિલા છે. આ સિવાય IFM માં આ પદ પર પહોંચનાર RBI ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન પછી ગીતા બીજી ભારતીય છે.