ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
ગૌતમ રાઘવનનો જન્મ ભારતમાં થયો હતો. સિએટલમાં તેમનો ઉછેર થયો. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેઓ વેસ્ટ વિંગર્સઃ સ્ટોરીઝ ફ્રોમ ધ ડ્રીમ ચેઝર, ચેન્જ મેકર્સ એન્ડ હોપ ક્રિએટર્સ ઇનસાઇડ ધ ઓબામા વ્હાઇટ હાઉસના સંપાદક પણ છે. ૪૦ વર્ષીય રાઘવન ગે છે અને પોતાના પતિ અને એક દીકરી સાથે વોશિંગ્ટનમાં રહે છે. ગૌતમ રાષ્ટ્રપતિના નાયબ સહાયક રહી ચૂક્યા છે. તેઓ બાઈડન અને હેરિસ સરકારની ટ્રાન્ઝીશન ટીમના પ્રથમ ચૂંટાયેલા સભ્ય હતા. રાઘવને યુએસ પ્રતિનિધિ પ્રમિલા જયાપાલીના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી હતી.યુએસ પ્રમુખ જાે બાઈડને ભારતીય-અમેરિકન રાજકીય સલાહકાર ગૌતમ રાઘવનને પ્રમોશન આપતા વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિના કર્મચારીઓના કાર્યાલયના પ્રમુખ બનાવ્યા. વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસ, જેને ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે નવી નિમણૂકો સાથે સંકળાયેલી જવાબદારીઓ જુએ છે. પીપીઓ એ જ ઓફિસોમાંની એક છે, જે વ્હાઇટ હાઉસમાં કામ કરતા ઉમેદવારોનું મૂલ્યાંકન કરવા માટે સૌથી વધુ જવાબદાર છે. રાષ્ટ્રપતિ બાઈડને શુક્રવારે રાઘવનને પ્રમોટ કર્યા. તેઓ અત્યાર સુધી પીપીઓના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. વાત એમ છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુનિસેફના આગામી કાર્યકારી નિર્દેશક તરીકે કેથી રસેલની નિમણૂકની જાહેરાત કરી છે. રસેલ હાલમાં પ્રેસિડેન્ટ ઓફિસ ઓફ પર્સનલના પ્રમુખ હતા. એવામાં હવે આ જગ્યા ખાલી થઈ, જેના પછી બાઈડને ગૌતમ રાઘવનને આ મહત્વપૂર્ણ પદની જવાબદારી આપી. બાઈડને પોતાના નિવેદનમાં કહ્યું, મને ખુશી છે કે ગૌતમ રાઘવને પહેલા દિવસથી જ કેથી સાથે કામ કર્યું છે. તેઓ હવે પીપીઓના નવા ડિરેક્ટર હશે.