આંતરરાષ્ટ્રીય

જાપાનનો ‘ઊગતા સૂર્ય’નો ધ્વજ ઑલિમ્પિક્સમાં બની ગયો વિવાદનું કારણ, જાણો કારણ શું છે સમગ્ર મામલો

Jul, 24 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧

શનિવાર

જાપાનમાં ચાલી રહેલા ટોકિયો ઑલિમ્પિક્સમાં જાપાનના 'રાઇઝિંગ સન'નો ધ્વજ વિવાદનું કારણ બની રહ્યો છે. જાપાન આ સૂર્યને એના ઇતિહાસનો એક ભાગ માને છે, પરંતુ કોરિયા, ચીન અને અન્ય એશિયાઈ દેશો કહે છે કે આ ધ્વજ યુદ્ધ દરમિયાન જાપાનના અત્યાચારોની યાદ અપાવે છે. આ દેશોએ એની સરખામણી નાઝી સ્વસ્તિક સાથે કરી હતી.

આ કારણોસર ઑલિમ્પિક્સમાં જાપાનના ધ્વજ અંગે આક્રોશ છે અને યજમાન સહિત પડોશી દેશોએ પણ ટોકિયો ઑલિમ્પિક્સ દરમિયાન એના પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. વર્ષ 2019માં દક્ષિણ કોરિયાએ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (IOC)ને ટોકિયો ઑલિમ્પિક્સમાં આ ધ્વજ પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર વિનંતી કરી હતી. દક્ષિણ કોરિયાએ કહ્યું હતું કે આ ધ્વજ જાપાનના યુદ્ધ સમયના લશ્કરી આક્રમણનો અનુભવ કરનારા એશિયનોની પીડાની યાદ અપાવે છે અને બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવે છે.

મુંબઈની આ નદીની સફાઈ પાછળ 16 વર્ષમાં ખર્ચેલા આટલા હજાર કરોડ રૂપિયા પાણીમાં ગયા; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે જાપાન સાથે સંકળાયેલા બે ધ્વજ છે, જેનાં જાપાનીઝ નામનો અર્થ સૂર્યની ઉત્પિત્ત છે. એક એ દેશનો રાષ્ટ્રધ્વજ છે, જેને નિશોકી અથવા હિનોમરુ કહેવામાં આવે છે, જેમાં સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ ડિસ્ક સહિત આસપાસ 16 કિરણો છે, જે બહારની બાજુ વિસ્તરે છે. કેટલાક દેશોને આની સામે સમસ્યા છે.

આ ધ્વજ વિશેનો વિવાદો 20મી સદીથી છે. આ એ સમયે હતો જ્યારે જાપાનના નૌકાદળે તેના સત્તાવાર ધ્વજ તરીકે આનો ઉપયોગ કર્યો હતો. જાપાને આ ધ્વજ સાથે 1945માં બીજા વિશ્વયુદ્ધની હાર સુધી ચીન અને અન્ય એશિયન દેશો પર આક્રમણ કર્યું હતું.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )