આંતરરાષ્ટ્રીય

કોરોનાના કુલ કેસ પ્રમાણે હવે મહારાષ્ટ્ર વિશ્વમાં 10મા ક્રમે. જાણો વિગત...

Apr, 3 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોના કેસના આંકડા દરરોજ નવી ઊંચાઈ નોંધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 47,827 નવા કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ દર્દીનો આંકડો 29,04,076ને આંબી ગયો છે. મહારાષ્ટ્ર કુલ કેસ પ્રમાણે હવે વિશ્વમાં 10માં ક્રમે પહોંચી ગયું છે. તો કુલ મોતના મામલે મહારાષ્ટ્ર 14માં ક્રમે છે. મહારાષ્ટ્રથી વધુ કેસ અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન છે. 

મહારાષ્ટ્રની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. તેને પગલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધતા લોકડાઉન માટે એક બે દિવસમાં નિર્ણય લેવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પુણેમાં આજથી એક અઠવાડિયા માટે મીની લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જે અંતર્ગત સાંજે 6 થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યુ રહેશે અને શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ અને ખાણી-પીણીની દુકાનો બંધ રહેશે, હોમ ડિલિવરી જ મેળવી શકાશે.

Leave Comments