આંતરરાષ્ટ્રીય

આ વીડિયો ગેમની સીલ કોપી વેચાઈ 4 કરોડથી વધુમાં : સ્થપાયો વિશ્વવિક્રમ

Apr, 3 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
એક સમયે સૌથી વધુ પ્રચલિત થયેલી અને આજે પણ પ્રખ્યાત એવી વીડિયો ગેમ મારિયોની એક સીલ કોપી હેરિટેજ ઓક્શનમાં 6,60,000 ડોલરમાં નીલામ થઈ છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 4 કરોડ 84 લાખ જેટલી થાય છે. આ સાથે તેણે નવો વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો છે અને સૌથી મોંઘી નીલામ થયેલી ગેમ બની ગઈ છે. 

હેરિટેજ ઓક્શને અર્સ ટેક્નિકાને જણાવ્યા અનુસાર આ ગેમની કોપી ક્રિસમસ ગિફ્ટ માટે ખરીદવામાં આવી હતી અને 35 વર્ષ સુધી એક ટેબલના ખાનામાં સીલ પડી હતી. હેરિટેજ પ્રમાણે આ કોપી સૌથી વધુ સારી છે અને તેનું રેટિંગ 9.6નું છે. સુપર મારિયો ગેમ સૌ પ્રથમ 1985માં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઓરિજનલ ગેમનું સંશોધિત વર્ઝન છે. આની પહેલા સૌથી મોંઘી ગેમનો રેકોર્ડ પણ ઓરિજનલ મારિયો બ્રોસના નામે છે જે ગત જુલાઈમાં 1 લાખ 14 હજાર ડોલરમાં વેચાઈ હતી.

Leave Comments