News Continuous Bureau | Mumbai
ફરી એક વખત દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
ન્યુઝીલેન્ડ(New Zealand)ના PM જેસિન્ડા આર્ડર્ન(Jacinda Ardern) કોરોના પોઝિટિવ(covid positive) થયા છે.
આ જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે.
જાણકારી શેર કરતા તેમણે જણાવ્યુ કે તેઓ પોઝિટિવ થઈ ગયા છે પરંતુ આ મહિનાના અંતમાં તેઓ બિઝનેસ ટૂર કરવાની સાથે-સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે યુએસ જવાની યોજના બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જેસિન્ડા આર્ડર્ન ફૂલી વેક્સીનેટેડ છે, પરંતુ તેના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ પોઝિટિવ આવ્યા બાદ તે પણ કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચશો? વધતા ઓનલાઈન ફ્રોડ સામે અવેરનેસ લાવવા બોરીવલી પોલીસે લીધા ક્લાસ...