397
Join Our WhatsApp Community
ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ મોટા અંતરથી જીત મેળવી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે દેશના ઇતિહાસમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
પ્રારંભિક પરિણામ મુજબ રાયસીએ એક કરોડ 78 લાખ મતો મેળવ્યા હતા. ચૂંટણી દોડમાં એકમાત્ર ઉદારવાદી ઉમેદવાર અબ્દુલનાસિર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા છે.
મહત્વનું છે કે ખામેનેઈએ રાયસીના સૌથી મજબૂત વિરોધીને અયોગ્ય ગણાવી દીધા હતા, ત્યારબાદ ન્યાયપાલિકા પ્રમુખે આ મોટી જીત મેળવી છે.
નોંધનીય છે કે ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ઇબ્રાહીમ રઈસી અબ્દુલ નસીર હિમ્મતી, મોહસેન રઝઈ અને ગાઝીઝાદેહ હાશેમી વિરુદ્ધ 50 ટકા કરતાં વધુ મત મેળવી જીત હાંસલ કરી છે.
You Might Be Interested In