આંતરરાષ્ટ્રીય

આ પાકિસ્તાન કહેવાય કે નાપાક ઇસ્તાન? ૬૨ વર્ષના સાંસદે 14 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા. પછી શું થયું? જાણો અહીં...

Feb, 23 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનો વિરોધ કરે છે અને અવારનવાર આરોપ લગાડે છે કે ભારતમાં માનવ અધિકારોનું હનન થાય છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં એક શરમજનક ઘટના બની છે. પાકિસ્તાનમાં ૬૨ વર્ષના મૌલાના સાંસદ જેમનું નામ મૌલાના સલાઉદ્દીન અયુબી છે તેણે 14 વર્ષની બાળકી સાથે લગ્ન કર્યા છે.

આ મામલે સ્થાનિક એનજીઓએ ફરિયાદ કરી છે જેના આધારે બાળકીના પિતા અને માતા એ આ લગ્ન થયા હોવાની જાણકારી સાર્વજનિક કરી છે.

મૌલાના સલાઉદ્દીન અયૂબી એ જમીયત-ઉલેમા-એ-ઇસ્લામ ના બલુચિસ્તાન વિસ્તારના સાંસદ છે. 

આ સમગ્ર મામલે એનજીઓએ હવે પોલીસ ફરિયાદ લખાવી છે. ઉલ્લેખનીય છે કે આ સાંસદ હાલ વડાપ્રધાન ઇમરાન ખાન ની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે.

આમ પાકિસ્તાનમાં સાંસદ આબાદ ફસાયા છે અને હવે તેમની પોલીસ તપાસ થશે

Leave Comments