આંતરરાષ્ટ્રીય

બચી ગયો ઇમરાન ખાન. માત્ર ચાર વોટથી સરકાર બચી. જાણો પાકિસ્તાનની પાર્લામેન્ટમાં નાટ્યાત્મક રીતે શું થયું....

Mar, 6 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 માર્ચ 2021

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ની ખુરશી બચી ગઇ છે.આજે પાકિસ્તાનની સંસદમાં વિશ્વાસમત પ્રસ્તાવ હતો. જેમાં ઇમરાન ખાનની તકદીર નો ફેંસલો થવાનો હતો. જોકે નાટ્યાત્મક રીતે વિરોધી પાર્ટીઓ એ સંસદમાં બહિષ્કાર કર્યો. કુલ મળીને સંસદમાં 11 પાર્ટીઓ ના સાંસદ સભ્યો સંસદ છોડીને ચાલી ગયા. પરિણામ સ્વરૂપ ઇમરાન ખાન બચી ગયો.

પાકિસ્તાનની પાર્લામેન્ટમાં 342 સભ્ય છે જેમાંથી બહુમત માટે 172 સભ્યોની જરુર છે. વિપક્ષના વોકઆઉટ ને કારણે ઇમરાન ખાનને 176 વોટ મળ્યા. એટલે કે ઇમરાન ખાન ચાર વોટથી બચી ગયો.

Leave Comments