247
Join Our WhatsApp Community
ભારતમાં કોરોનાની વેક્સિનની અછત હવે ધીમે-ધીમે દૂર થઈ રહી છે, ત્યારે હવે વધુ એક કંપની ભારતમાં પોતાની વેક્સિન આપવા માટે તૈયાર થઈ છે.
યુએસ ફાર્મા કંપની ફાઇઝર આ વર્ષે ભારતને 5 કરોડ વેક્સિનના ડોઝ આપવા સંમત થઈ છે, પરંતુ એ ભારત સરકાર તરફથી કેટલીક છૂટછાટ ઇચ્છે છે.
કંપની ઇચ્છે છે કે વેક્સિનની આડઅસર થવા પર કંપની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય.
ઉલ્લેખનીય છે કે ફાઇઝરે અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશોની સરકારો પાસેથી કાયદાકીય સુરક્ષાની માગણી કરી છે. આવી જ માગણી કંપનીએ ભારત સરકારને પણ કરી છે.
હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકાર ફાઈઝરની આ શરતનો સ્વીકાર કરે છે કે કેમ.
‘યાસ’ વાવાઝોડાનું તાંડવ : ઓરિસ્સા-પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી, આ રાજ્યોમાં જારી કરાયું હાઈ એલર્ટ
You Might Be Interested In