News Continuous Bureau | Mumbai
આર્થિક સંકટનો(economic crisis) સામનો કરી રહેલા શ્રીલંકામાં(Sri Lanka) લાંબી રાહ જોયા બાદ દેશને નવા રાષ્ટ્રપતિ(New President) મળ્યા છે.
શ્રીલંકાની સંસદે(Sri Lanka Parliament) આજે ગુપ્ત મતદાન(Secret ballot) દ્વારા કાર્યકારી રાષ્ટ્રપતિ(Acting President) રાનિલ વિક્રમસિંઘેને(Ranil Wickramasinghe) દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા.
ચૂંટણીમાં(election) રાનિલ વિક્રમસિંઘેને 223 સાસંદોમાંથી 134 સાસંદોના વોટ(Vote of MPs) મળ્યા છે.
તેમણે દુલ્લાસ અલ્હાપેરુમા(Dullas Alhaperuma) અને અનુરા કુમારા દિસાનાયકેને(Anura Kumara Dissanayaka) હરાવ્યા.
ઉલ્લેખનીય છે કે દેશના નાગરિકોનો ગુસ્સો જોઈને ગોટબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) દેશ છોડીને ભાગ્યા હતા. બાદમાં તેમને પોતાના પદ પરથી રાજીનામું(Resignation) આપવું પડ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ચોથા રાઉન્ડના અંતે પણ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર