આંતરરાષ્ટ્રીય

કોરોના ખતરા વચ્ચે વિશ્વ યુદ્ધના ભણકારા, આ બે દેશો ને કારણે મહા યુદ્ધ થશે.

Apr, 7 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

હાલ આખું વિશ્વ કોરોના ની પકડ માં છે. દરેક દેશને અત્યારે વેક્સિન ની જરૂર છે તેમજ પોતાના નાગરિકોની સુરક્ષા તે પ્રાથમિકતા છે. આ પરિસ્થિતિમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી ગયું છે. રશિયાએ યુક્રેનની સરહદ પર બખ્તરબંધ વાહનો ખડકી દીધા છે. આ ઉપરાંત ચાર હજારથી વધુ સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. 

આ પગલાની વિરૂધ્ધમાં બ્રિટન અને અમેરિકા એ બાયો ચડાવી છે. આ બંને દેશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રસિયા જો દાદાગીરી કરશે તો તેઓ પોતે યુદ્ધમાં ઝંપલાવશે.

આમ‌ રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે એક નવું ઊંબાડિયું થયું છે. જેને કારણે વૈશ્વિક શાંતિને ખતરો છે.

આ સચિન વાઝે ખરેખર પોલીસ છે કે ચોર? દિવાલ કૂદીને આ કામ કર્યું.. જાણો વિગત...

Leave Comments