Site icon News Continuous Bureau | Mumbai

ફેસબુક બન્યું આતંકવાદી સંગઠન અને ઝુકરબર્ગ તેનો નેતા- આ મહાસત્તાએ મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી ભર્યું અભૂતપૂર્વ પગલું

News Continuous Bureau | Mumbai

રશિયા(Russia)એ માર્ક ઝકરબર્ગ(Mark Zukerberg)ની કંપની મેટા વિરુદ્ધ અભૂતપૂર્વ પગલા ઉઠાવીને તેને આતંકવાદી(terrorist organisation) અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં સામેલ કરી છે. મેટા(Meta) એ ફેસબુક(Facebook) અને ઇન્સ્ટાગ્રામ(Instagram)ની પેરેન્ટ કંપની છે. આ વર્ષના માર્ચના અંતમાં રશિયાએ ઉગ્રવાદી ગતિવિધિઓ કરવા બદલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ(Ban) મૂક્યો હતો. અધિકારીઓએ યુક્રેન(Ukraine)માં રશિયાના સૈન્ય ઓપરેશન દરમિયાન મેટા પર રૂસોફોબિયાનો આરોપ મૂક્યો હતો. રશિયાએ યુક્રેનના પાવર સ્ટેશનો પર નવા હુમલા શરૂ કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ક્રિમિયન પુલ ઉડાવી દીધા બાદ રશિયાએ યુક્રેન પર દેશવ્યાપી બોમ્બમારો શરૂ કર્યો છે.

Join Our WhatsApp Channel

રશિયાએ પણ માર્ક ઝકરબર્ગ પર પ્રતિબંધો લગાવ્યા હતા

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પછી રશિયા પર પ્રતિબંધો લાદવા લાગ્યા. અમેરિકાએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. તેના જવાબમાં મે મહિનામાં રશિયાએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સહિત અનેક અગ્રણી વ્યક્તિઓને રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં માર્ક ઝકરબર્ગનું નામ પણ હતું.

આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો

યુક્રેન સાથેના યુદ્ધ (Ukraine war) પછી, રશિયા ફેસબુક પર લોકોની આકરી પ્રતિક્રિયા માટે સોશિયલ મીડિયા કંપનીને દોષી ઠેરવી રહ્યું છે. તેણે પોતાના દેશમાં ફેસબુક પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. હવે તેણે પોતાની પેરન્ટ કંપની મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં મૂકીને બધાને ચોંકાવી દીધા છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 COP31 Climate Summit Collapse – ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કરાર વિના રદ, વૈશ્વિક નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ 
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Nepal PM Balendra Shah Delhi Visit – રાષ્ટ્રપતિ ભવનમાં નેપાળના PM બાલેન્દ્ર શાહનું ભવ્ય સ્વાગત, વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત 
Exit mobile version