ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
વિશાળ રણ પ્રદેશ અને આકરી ગરમી ધરાવતા સાઉદી અરેબિયામાં નવા વર્ષના પહેલા જ દિવસે બરફ વર્ષા થતાં આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે. રણ પ્રદેશની સોનેરી માટી પર મિલો સુધી બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ છે.
સાઉદી અરેબિયાના ઉત્તર પશ્ચિમ શહેર તાબુકમાં કુદરતનો આ અનોખો ખેલ જોવા મળ્યો હતો, જેનો સ્થાનિક નિવાસીઓ ભરપૂર મજા લઈ રહ્યા છે.
તાબુક સ્થિત અલ-લોજ પર્વત પર હજારોની સંખ્યામાં પર્યટકો બરફ વર્ષાની મજા લેતા જોવા મળ્યા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ આ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઈ હતી. ત્યારની બરફ વર્ષાએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.
સાઉદી અરબિયાના ઉત્તર વિસ્તાર પહાડી વિસ્તાર છે. અહીં જબલ અલ-લાવજ, જબલ અલ-તાહિર અને જબલ અલ્કાન બરફથી પૂરી રીતે ઢંકાઈ ગયા છે.
જબલ-લાવજ પહાડ 2600 મીટર ઉંચો છે અને અલમંડ માઉન્ટેન તરીકે પણ ઓળખાય છે. આ પહાડ પર બદામના અનેક બગીચા છે. આ પર્વત પર દર વર્ષે અલગ અલગ મોસમમાં બરફ વર્ષા થાય છે. તાબુક વિસ્તાર જોર્ડનથી જોડાયેલો છે.
فيديو.. أهالي #تبوك يؤدون الدحة احتفالاً بالثلوج#ثلوج_تبوك #تبوك_الان pic.twitter.com/Y5MnoGgScF
— صحيفة المناطق (@AlMnatiq) January 1, 2022
આ દરમિયાન સાઉદી અરેબિયામાં થયેલ ભીષણ બરફવર્ષાને સમગ્ર ખાડી દેશ માટે દુલર્ભ ઘટના ગણાવવામાં આવી છે.
રાતના પડતી ઠંડી હવાને કારણે અમુક જગ્યાએ તાપમાન માઈનસમાં પહોંચી જાય છે. એવામાં લોકો દિવસના ગરમી અને રાતના ઠંડીથી પરેશાન થઈ ગયા છે.
It’s snowing in Saudi while New Year was celebrated publicly for the first time in Riyadh.
pic.twitter.com/S13AiqeMrD
— Mohammed Alyahya محمد اليحيى (@7yhy) January 1, 2022