ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
આ વર્ષે યોજાનારી હજયાત્રા અંગે સાઉદી પ્રશાસને મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. સાઉદી સરકારમાં પ્રધાન મજીદ અલ-કાસાબીએ આ મામલે સ્થાનિક મીડિયાને કહ્યું હતું કે દેશના નેતાઓ સહિત મક્કા અને મદીનાના લોકો પ્રવાસીઓનું સ્વાગત કરવા તૈયાર છે. ઉપરાંત હજયાત્રા માટે સુરક્ષાવ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
આ વર્ષે બીજીવાર એવું બનવા જઈ રહ્યું છે કે મહામારીના કાળમાં હજયાત્રા યોજાવા જઈ રહી છે. જોકેવિદેશથી આ યાત્રામાં જોડાવા પર પ્રતિબંધ મુકાયો છે. આ વખતે ફક્ત 60 હજાર લોકોને જ હજયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે. બંને મસ્જિદોની સમિતિએ મીડિયાને કહ્યું છે કે લોકોને બોટલમાં ઝમઝમ એટલે કે પવિત્ર જળ આપવાની વ્યવસ્થા કરી છે.
આ ઉપરાંત મોટી મસ્જિદોમાં અહીંથી ત્યાં લઈ જવા માટે 800 નાના ઇલેક્ટ્રિક વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એથી વૃદ્ધોને યાત્રા દરમિયાન અગવડ ન પડે. દિવસમાં દસવાર મસ્જિદમાં સેનિટાઇઝ કરવા માટે ૫,૦૦૦ કાર્યકરોની પણ નિમણૂક કરવામાં આવી છે.
Join Our WhatsApp Community