ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
31 ઓગસ્ટ 2020
ખૂંખાર પશુ-પ્રાણીઓને પાળતું બનાવવા ઘણી વાર જીવ માટે જોખમકારક બને છે. એવા જ એક કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના એક સંરક્ષકની તેના જ પાળતું સફેદ સિંહો દ્વારા હત્યા કરવામાં આવી છે. મિસ્ટર વેસ્ટ મેથ્યુસન (69) બે સફેદ સિંહો સાથે ફરતા હતા ત્યારે એક સિંહે અચાનક હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના દક્ષિણ આફ્રિકાના ઉત્તરી લિમ્પોપો પ્રાંતમાં બની હતી. તેમનાજ કુટુંબની માલિકીની લાયન ટ્રી ટોપ લોજના પરિસરમાં બની છે.
"અંકલ વેસ્ટ" તરીકે જાણીતા રેંજરે સિંહો નાના બચ્ચા હતા ત્યારથી ઉછેર્યાં હતાં. અને તેમની સાથે વાતચીત કરવા માટે ટેવાયેલા હતા. પાળતું સિંહે હુમલો કર્યો ત્યારે મિસ્ટર મેથ્યુસનની પત્ની ગિલ (65) પણ તેમની સાથે હતી. આ ઘટના બાદ સિંહોને અસ્થાયી રૂપે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. હવે વનવિભાગ ના ઓફિસરો સાથે ચર્ચા વિચારણા કરી આ સફેદ સિંહોને જંગલમાં અથવા તો કોઈ ઝુ માં છોડી દેવાશે એવું હાલ નક્કી થયું છે...
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ...
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com