News Continuous Bureau | Mumbai
કોર્પોરેટ વર્લ્ડમાં(corporate world) એક વાત કહેવામાં આવે છે- બોસ ઇઝ ઓલવેઝ રાઈટ(boss is always right)! એટલે કે કર્મચારીઓને બોસ જે પણ કહે, તે હંમેશા સાચું હોય છે. જાે તમે તેમની ટીકા કરો છો તો તેનું પરિણામ સારું નથી આવતું. આવું જ થયું રોકેટ શિપ(Rocket Ship) બનાવતી એક કંપની SpaceX સાથે. જ્યારે તેના કેટલાક કર્મચારીઓએ ખુલ્લો પત્ર લખી પોતાના બોસની ટીકા કરી, તો તેમને નોકરી ગુમાવવી પડી.
હવે તમે વિચારી રહ્યા હશો કે આ કયો બોસ છે? અહીં તમને જણાવી દઈએ કે, અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની(Elon Musk). જે ઇલેક્ટ્રિક કાર(Electric car) બનાવતી કંપની Tesla ના ફાઉન્ડર છે અને સ્પેસએક્સ(SpaceX)તેમની કંપની છે. ખરેખર આ સમગ્ર મામલાનો ખુલાસો થયો સ્પેસએક્સના પ્રેસિડેન્ટ(SpaceX President) Gwyne Shotwell ના એક ઇ-મેઇલથી. આ ઇ-મેઇલમાં(Email) તે કર્મચારીઓને(Employees) નોકરીમાંથી કાઢી મુકવાનો ઉલ્લેખ છે, જેમણે એલન મસ્કના આચરણની ટીકા વાળો ખુલ્લો પત્ર લખ્યો હતો. જો કે, કેટલા કર્મચારીઓએ નોકરી ગુમાવી તેનો ખુલાસો થઈ શક્યો નથી.
કર્મચારીઓના ઓપન લેટરમાં (open letter) એલન મસ્કના કેટલાક ટ્વીટની(tweet) ટીકા કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ ટ્વીટના કારણે કંપનીની છબી ખરાબ થઈ છે. તેને લઇને પ્રેસિડેન્ટ શોટવેલે(President Shotwell) જે ઇ-મેઇલ મોકલ્યો છે, તેમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કંપનીને તેમના બોસની ટીકા ઉશ્કેરણીજનક લાગી અને તેમને લાગે છે કે કર્મચારીઓએ તેમની લાઈન ક્રોસ કરી છે. કર્મચારીઓને નોકરીમાંથી તે દિવસે કાઢી મુકવામાં આવ્યા, જે દિવસે એલન મસ્કે ટિ્વટરના કર્મચારીઓ સાથે પહેલી વખત વાત કરી હતી. હાલમાં જ ટેસ્લાએ ૪૪ અબજ ડોલરની ઓફર કરી ટિ્વટરને ખરીદવાની ડિલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : શું હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે- આ દેશના બ્રિટન સૈન્ય વડાએ સેનાને રશિયા સાથે લડવા માટે તૈયાર રહેવાના આપ્યા આદેશ
એલન મસ્ક ટિ્વટર પોલિસીના(Twitter policy) પણ ઘોર ટીકાકાર રહ્યા છે. ખાસ કરીને ફેક એકાઉન્ટને(Fake account) લઇને. જાેકે, એલન મસ્કના ટ્વીટ તેમના માટે વધુ મુશ્કેલીના કારણો છે. હાલમાં એક વ્યક્તિએ ડોજકોઈનને લઇને એલન મસ્કના ટ્વીટ કરવાને લઇને તેમની પાસે ૨૫૮ અબજ ડોલરનું નુકસાન માંગ્યું છે. મેનહેટનની(Manhattan) ફેડરલ કોર્ટમાં (federal court) કીથ જાેનસન(Jhonson) નામના એક વ્યક્તિએ ડેજકોઈનમાં રોકાણથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અરજી દાખલ કરી છે.