આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ બાદ આ દેશમાં પણ બુરખા પર પ્રતિબંધ, આ રીતે લેવાયો મોટો નિર્ણય. જાણો વિગતે.

Mar, 8 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 માર્ચ 2021

ફ્રાન્સ બાદ હવે સ્વિટઝરલેન્ડમાં પણ જાહેર સ્થળોએ બુરખા અથવા માસ્ક પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુરખાને સાર્વજનિક જગ્યાઓએ પહેરાવની છૂટ હોવી જોઈએ કે નહીં તે મુદ્દાનો નિર્ણય કરવા માટે જનમત સંગ્રહ ની મદદ લેવામાં આવી. તેની પર અહીં 7 માર્ચે મતદાન થયું અને સાથે દેશની પ્રત્યક્ષ લોકતાંત્રિક સિસ્ટમમાં થોડા ફેરફારની માંગણી કરાઈ હતી. બુરખા પર પ્રતિબંધને લઇ મતદાન દરમિયાન જોરદાર ટક્કર જોવા મળી હતી. 

મળતી માહિતી અનુસાર પરિણામના આધારે 50 ટકા લોકોએ બૅનના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે 54 ટકા મતદાતા બુરખા, નકાબને ગેરકાયદેસર જાહેર કરવાના પક્ષમાં હતા. એક તરફ સમર્થકો આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે અને ત્યારે બીજી તરફ કટ્ટરવાદીઓ આ નિર્ણયને ઇસ્લામની વિરુદ્ધ પગલું ગણાવી રહ્યા છે.  

આ દરખાસ્તને મંજૂરી મળ્યા પછી, રેસ્ટોરન્ટ, રમતના મેદાન, સાર્વજનિક પરિવહન સાધનો અથવા રસ્તાઓ પર ચાલતી વખતે ચહેરો ઢાકવા પર પ્રતિબંધ રહેશે. જો કે, ધાર્મિક સ્થળોએ જતા સમયે માસ્ક પહેરવા અને તેમના સ્વાસ્થ્યના કારણો, જેમ કે કોવિડ -19 થી બચવા માટે માસ્ક અને બુરખા પહેરવાની છૂટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બુલ્ગેરિયા અને ફ્રાન્સે પણ સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્વિત્ઝરલેન્ડમાં 5.2 ટકા વસ્તી મુસ્લિમ છે. અહીંની મુસ્લિમ વસ્તી 86 લાખ છે તેમાં 30 ટકા મહિલાઓ નકાબ લગાવે છે. અહીં કોઈ બુરખો પહેરતું નથી.

Leave Comments